haiku

14 Oct

થીજેલા શબ્દો
અક્ષરે આખો અર્થ
મૌન લાગણી
~~~બિનિ ~~~

એકાંત જ તો
સાથ રહે હંમેશ
ના પડછાઈ
~~~બિનિ ~~

ભીત કાચ ની

કોર્યાં ભીંતે અક્ષર

ઓશ લખતી

~~~બિનિ~~~

 

ભીત -બીક ,ડર

ભીંત -દીવાલ

 

 

ના છે લિબાસ

ના ઘર ના આવાસ

એક સુવાસ

~~~બિનિ ~~~

दिल के दरीदां दामन

14 Oct

धूप में जब भी जला पत्थर जला

संग उसकी लाश के चद्दर जला

 

ख़ून की गर्मी बचाने के लिये

इस दिल के दरीदां दामन जला

 

 

फूल तो बस मुस्कुरा कर खिल गये

संग अब ख्वाब का आलम जला

 

जला मन शोला लाल भभूका बन

आग स्याही में लगी अक्षर जला

 

 

~~~ बिनि ~~~

 

સંબંધ

14 Oct

જાણ્યા અજાણ્યા
દોસ્ત નાએ દુશ્મન
ના પોતીકાપણું
ના લેણાદેણી
ના સંબંધ
ના કોઈ વેલી
ક્યાં છે બેલી
તો ય
વહેવારે
દીવાલ ચણી
સમજણે
એકજ ગલી

~~~બિનિ ~~~

એકમેકમાં મિક્સ કરો તોય
રિઍકશન ક્યાં આવે છે ?
આ લાગણી અને સંવેદના
ની ટેસ્ટ માં કેમીકલ
પ્રોબ્લેમ આવે છે
લેબ માંથી નીકળી
તમામ ફીલિંગ નો રીપોર્ટ
લઇ ને …………….
સામેજ જગત
એકસન લઇ ઉભું હતું
સેક્શન
~~~બિનિ ~~~

શાયરી ,મુક્તક

14 Oct

જીવન રૂપી કોરો ચેક તો મેળવી લીધો છે 
બસ હવે કાગળિયું નહી ,રકમ 
અનમોલ ભરાય એજ કરવાનું બાકી છે 
~~~બિનિ ~~~

સ્પંદન નો નથી કોઇ લેવાલ, નથી કોઇ પુછનાર હાલ,
બેધડી ની લડાઇ ,મહી કેટલીય લાગણી થાય હલાલ,
~~~બિનિ ~~~

जाने क्या समजे वो मुझे,जाने क्या समजी में उसे 
फासला -ए -दमियाँ नज़र आया, लम्हा -ए – क़दम की दूरी से 

~~~ बिनि ~~~

માંગ્યું બધું તે જીવન પાસે 
બસ, મને જ રાખી મારી પાસે 
~~~બિનિ ~~~

શાને તું ખોવાય ” બિનિ” તું લાગણી માં
દર્દ તો મળ્યું તને કોરા ધાકોર દિલ માં
વહાવ ખુશી ની લહેરખી દુનિયા માં 
સુકા રણે પ્યાસ રહી ઝાંઝવા ના જળ માં

સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,
એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?
સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી
હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?

महताब

14 Oct

उसे पता था, कि तन्हा न रह सकूँगी मैं
वो गुफ़्तगू के लिए, माहताब से मिला गया

गुमान हो मुझे उसका, मिरे सरापे पर
ये क्या तिलिस्म है, कैसी शराब पिला गया

महताब -चाँद
तिलिस्म – जादू ,चमत्कार

Link

મુક્તક

14 Oct

વેરાણી છું સ્પર્શ્યા તો વિખેરાઈ જઈશ
આપી દુવા જીવવાની તો મરી જઈશ
ફૂલ રહી જશે કિતાબી યાદ નું નજરાણું
બની ફોરમ હું ફઝા માં વિખેરાઈ જઈશ
~~~બિનિ ~~~

ફઝા-ખુલ્લી જગ્યા; ચોગાન; મેદાન.

આમ તારું વિના કારણ વર્ષી જવું
મન ની અટારી એ સ્પર્શી જવું
કોરી કટ વાત અચાનક મલકી
મન ના માનસરોવરનું છલકી જવું
~~~બિનિ ~~~

कह तो सकते हैं, कहकर ही
अधिकार न जाने क्या होगा!
कुछ दिल हलका कर लेते हैं
उस पार न जाने क्या होगा!
~~~ बिनि ~~~

દીધુંછે એક તો બેકાબૂ મન, ક્યાં હાથ રહે છે
કલમે મળીશબ્દ કોઈ પળે આખે આખો બળે છે
એ તો દબડાવવાજાય છે સમંદરને
ઝંખના પહોચવાની ફક્ત સરીતા ને મળી પાછો વળે છે
~~~બિનિ ~~~

સૌદર્ય પાન રસ નું સમન્વય —કવિતા
એકાગ્રતા ને અક્ષર નું મિલન —-ગઝલ
શબ્દો ની સરળતા સુંદરતા —–ગીત
ગહન જ્ઞાન ને વિષય ની ગુથણી —-સમર્થક સંદેશ
લય નું લાવણ્ય ——- ???????
~~~બિનિ~~~

ભીતર ની ભીંત ખોલી
કાળજી થી સળ ખોલી
ક્ષિતિજે સૂર્ય મળ્યો
સંધ્યા ને હાથ ખોલી
~~~બિનિ ~~~

હળવેથી અળગી થઈ
ફૂલ ઝરંતો હાથ લઈ
સાંજ ઢળી
સૂરજની એક વાત લઈ
~~~બિનિ ~~~

અંધારે અજવાળે ભળી લીધું
પગતળે સમયાંતર ભળી લીધું
અક્ષરે ખાખાખોળી હવે નહી
સમણે  શ્વાસે શ્વાસે ભળી લીધું
~~~બિનિ ~~~

આ સાંજ એટલે
કિરણના ગાલે પડેલા શરમ ના શેરડા
ફેલાયેલી ક્ષિતીજ ની બાહુપાશ માં
~~~બિનિ ~~~

મુક્તક

27 Aug

ક્યાં ખબર હતી
વિરાન નદી પર
લાગણી નો પૂલ તો બનશે
પણ સંબંધો નું શહેર નહી વશે

દિલ પર ઘાવ

27 Aug

પડી  હૈયે ફાળ
લાગ્યો દિલ પર ઘાવ
શ્વાસ રૂંધાયા
મૃત્યુ થયું
સવાર નું
ખુલતા ખુલતા આંખ
ક્યાંથી ઊઠે!
જ્ખમ દિલનો થયો ક્રૂર હસ્તે
હ્રદય કુમળું છેક તેનું અહોહો!
જીવ્યા ……..
ડરી-ડરી ઈચ્છે ઉડવા ને
દિવસ ના દિવસ
થયા સમાપ્ત
લાગ્યા ઘા વિશારવા ને
~~~બિનિ ~~~

મોત એક કવિતા

27 Aug

મોત તું તો એક કવિતા છે 
કહે છે મળીશ મને 
ડૂબતી નશો માં જયારે 
દર્દ ની નીંદર ભરાશે 
કરચલી વાળો ચહેરો લઇ 
ચાંદ ક્ષિતિજે જશે 
શરીર સાથ તૂટશે જયારે 
શ્વાસ ગણાતા જશે 
દિવસ પાણી માં હોય જયારે 
કિનારે રાત પહોચી જશે 
ના અંધકાર ,ના ઉજાશ 
કહેછે,મળીશ તને મળીશ 
~~~બિનિ ~~~

યાદ

4 Jun

આસું નથી આ  કે આંખ ના પડદે છૂપાવું

છે કીમતી મોતી એકએક પોરવી સજાવું

સરકે તો કરચ ની જેમ ચુભસે  એ તો

યાદ છે પલકો થી વાચી પાછી છૂપાવું

~~~~બિનિ ~~~~~